BDPA (INDIA) NAVSARI BRANCH – NEW YEAR GET TO GATHER HELD

1 Nov

BDPA (INDIA) NAVSARI BRANCH – NEW YEAR GET TO GATHER HELD on 31.10.2019.

BDPA (INDIA),  નવસારી નું દિવાળી સંમેલન આજે રામજી મંદિર ખાતે સવારે 1030 વાગે મળ્યું હતું. મહિના ની છેલ્લી તારીખે મળતી રાબેતા મુજબ ની મીટીંગ સાથે સંમેલન રાખવામાં આવ્યું. આજે હાજરી મોટી સંખ્યામાં હતી. ડિસ્ટ્રિક્ટ માંથી પણ શ્રી એન.એમ. પટેલ, શ્રી કે. એન. પટેલ, શ્રી જે. બી. પટેલ, શ્રી ડી. એમ. પટેલ, શ્રી એમ.આર પટેલ તથા શ્રી ડી. એલ. પટેલ પધાર્યા હતા. ઓક્ટોબર માં જેમની બર્થડે હતી તેવા શ્રી કેદાર સિંઘ, શ્રી કે. ડી. વશી, શ્રીમતી દિવ્યા બેન ક્ષત્રિય, શ્રી એમ. જી. પટેલ, શ્રી સુદર્શનરામ પ્રજાપતિ તથા કુ. કલ્પનાબેન ચિત્રે નું ગુલાબ ના ફુલ થી સન્માન કરવામાં આવ્યુ. બહારથી પધારેલ મહેમાનો નું પણ સ્વાગત કરવામાં આવ્યુ. સંમેલન ની શરૂઆત શ્રી ડી. એન. ઢિમ્મર, શ્રી કે. વી. પટેલ તથા શ્રી જી. બી. નાગરિયા ના ભજનોની રમઝટ થી થઇ હતી. શ્રી આઇ. સી. રાણા તથા શ્રી એ. બી. પટેલ એ સભાનું સંચાલન કર્યું. નવા સભ્ય શ્રી એચ. એમ. ટેલરનું સ્વાગત કરવામાં આવ્યું. સિનિયર સભ્ય શ્રીમતી મધુબેન પટેલ તથા શ્રીમતી ઉર્મિલાબેન દેસાઈ નું પણ સન્માન કરવામાં આવ્યુ. અલ્પાહાર સાથે સભાનું સમાપન થયું.