૪૧મુ ગેટ ટુ ગેધર

23 Feb

૪૧મુ ગેટ ટુ ગેધર

આપણી સંસ્થાનું ૪૧મુ ગેટ ટુ ગેધર તારીખ ૨૪.૦૨.૨૦૧૭ ને શુક્રવારના ના રોજ બપોરે ૩.૦૦ વાગે શિવરાત્રી ના રોજ અમદાવાદ મેડિકલ એસોસીએસન હોલ,  એચ કે  કોલેજ સામે, આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજવામાં  આવેલ છે. તો સર્વે સેવાનિવૃત   મિત્રોને સમયસર પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે.

આજના સમય ને ધ્યાનમાં રાખીને “વીલ” કેવીરીતે અને ક્યારે બનાવવું તે વિષયે નિષ્ણાત એડવોકેટ  શ્રી શૈલેષ શાહ દ્વારા એક સંવાદ નું પણ આયોજન કરવામાં આવેલા છે.

 ત્રીજી પે રીવીઝન કમિટીની મુખ્ય ભલામણો પર દ્રષ્ટિપાત કરવામાં આવશે.

જે સભ્યોને ૭૮.૨% પ્રમાણે પેન્શન રીવીઝનના મેમો મળી ગયાછે અને તેઓએ પેન્શન રીવીઝન ડોનેશન જમા કરાવ્યું નથી તેઓને આ મિટિંગમાં આપવા નમ્ર વિનંતી છે.

નવા સભ્યશ્રી ઓ ના ફોર્મ પણ આ મિટિંગમાં સ્વીકારવામાં આવશે.

 ૪૦માં ગેટ ટુ ગેધર માં નક્કી થયા પ્રમાણે દરેક સેવાનિવૃત   મિત્રો એ હોલમાં પ્રવેશ લેતાં પહેલા રૂપિયા ૫૦ આપી તેનો પાસ લેવા નમ્ર વિનંતી છે.

શિવરાત્રીનો તહેવાર હોઈ સર્વે મિત્રો માટે ફરાળી આહારની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેની નોંધ લેવી.

હર્ષદ સી ભાટિયા

ઓફિસ સેક્રેટરી

બી.ડી. પી. એ. (ઇન્ડિયા)

અમદાવાદ

 

જે સેવાનિવૃત મિત્રો ને ૭૮,૨% પ્રમાણે ના રિવાઇઝડ પી.પી.ઓ. નથી મળ્યા તેઓ એ નીચે મુજબનું ફોર્મ ભરી ને તરત પાછું આપવું જેથી તેને લગતી  કાર્યવાહી કરી શકાય. 

Click for Form:   PENSION REVISION COMPLAINT

Printed Form will be available in the Hall. You have to bring necessary information to complete it.